*મમ્મીઓનું ‘મૌખિક’ ઇંગ્લીશ*
🫣🫣🤫🤫😄😄😆😆
સરકારી સ્કૂલોમાં હવે ધોરણ 1 થી 3માં ફરજિયાત અંગ્રેજી ભણાવાશે. કહે છે કે શિક્ષકો આ ઇંગ્લીશ ‘મૌખિક’ રીતે ભણાવશે.
અમે કહીએ છીએ સાહેબો, શિક્ષકોને શું કામ તકલીફ આપો છો ? આજકાલની મમ્મીઓનું ‘મૌખિક ઇંગ્લીશ’ કેટલું સરસ હોય છે ! એમને જ સોંપી દો ને…
👍🙏🙏👇👇

*ચલો બેટા, ક્વિક્લી ક્વિક્લી મિલ્ક ડ્રીંક કરીને ફીનીશ કરો ! નહિતર મમ્મી પછી એન્ગ્રી થઈ જશે !*
😆😆🤔🤔

*તને ટેન ટાઈમ્સ કીધું ને, કે ડસ્ટમાં જઈને પ્લે નહીં કરવાનું ? પછી ક્લોધ્સ ડર્ટી થઈ જશે તો વોશ કોણ કરશે ?*
🤔🤔😄😄

*કમ ઓન… વન અવર ફીનીશ થઈ ગયો, હવે મોબાઈલમાં ગેમ્સ રમવાનું સ્ટોપ કરો અને મમ્મીને ફોન રીટર્ન કરો… નહિતર ડેડી હોટ થઈ જશે !*
🫣🫣🤫🤫

*એવરીડે એવરીડે લર્ન કરેલું કેમ બધું ફરગેટ થઈ જાય છે ? પ્રોપરલી સીટ કરો અને બધું રીડ કરીને રિમેમ્બર કરો.*
😱😱😣😣

*ટિફીનમાં બધું કેમ રીમેઈન રહી જાય છે ? એવરીડે એવરીડે કંઈ બ્રેકફાસ્ટમાં પિઝા ને સેન્ડવિચ ના હોય, રોટલી એન્ડ શાક પણ ઈટ કરવું પડે. શાકમાં વેજીટેબલ હોય ને વેજીટેબલમાં વિટામિન્સ હોય ! તું વિટમિન્સ નહીં ખાય તો સિંગલ એન્ડ થીન રહી જઈશ.*
😣😣😣😵‍💫😵‍💫

*હાઉ મેની ટાઈમ્સ તને કહેવાનું કે ટાઈ નેકમાં વેર કરવા માટેનું થિંગ છે. એ કંઈ હવામાં વેવ કરવાનું સ્વોર્ડ નથી !*
🤭🤭🤣🤣

*સો મચ હોમવર્ક મમ્મી અલોન અલોન કેવી રીતે કરશે ? હવે તું ગ્રો થઈ ગયો છે. સેલ્ફથી હોમવર્ક કરવાનું લર્ન કરો. થર્ડ સ્ટાન્ડર્ડનું ટોટલી હોમવર્ક મમ્મી કરશે તો મમ્મી કુકીંગ ક્યારે કરશે ?*
😵‍💫😵‍💫😵‍💫😆😆

*એક્ઝામ ટુમોરોના છે ને ? તો ટુ ડે ટેમ્પલમાં જઈને ગોડને ફ્લાવર ઓફર કરીને પ્રે કરવાનું કે પ્લીઝ મને ફેઈલ ના કરતા અધરવાઈઝ મારી મમ્મી કોઈને ફેસ શો નહીં કરી શકે !*
😰😰😰🫣🫣🫣

- બોલો, આનાથી સારું ‘મૌખિક’ ઇંગ્લીશ બીજું કોણ ભણાવી શકે ?

😄🙏
મન્નુ શેખચલ્લી